ધરો, ધ્રો, ધ્રોખડ અથવા દૂર્વા એક પ્રકારની વનસ્પતિ અને ઘાસનો પ્રકાર છે. તેનું વૈજ્ઞાનિક નામ Cynodon dactylon છે. વનસ્પતિશાસ્ત્રના વર્ગીકરણ પ્રમાણે તે પોએસી કુળનું સભ્ય છે.
ભારતીય સંસ્કૃતિમાં ગણપતિ પૂજન[૨] અને અન્ય પૂજનોમાં ધરો વપરાય છે. આને પવિત્ર અને માંગલિક માનવામાં આવે છે.[૩] ઘાસના રૂપમાં તેની અનેક વિશેષતાઓ છે. જેમકે- પાણીના અભાવે એક વાર સુકાઈ જવાનો વારો આવે, તો પણ પાણીની પ્રાપ્તિ થતાં તે ફરી લીલીછમ થઈ જાય છે. મૂળમાંથી ખેંચી કાઢવામાં આવે, અને બીજે રોપવામાં આવે, તો બીજા સ્થળમાં પણ તે જામી જાય છે. પોતે ટૂકડાઓમાં વહેંચાઈને પોતાના પરિવારની વૃદ્ધિ કરતી રહે છે. ધરોના આ પ્રકારના જીવન ઉપરથી પ્રેરણા મેળવવા માટે તેનો પૂજાના કાર્યમાં પ્રયોગ કરાયો છે. વ્યાપારીઓ ચોપડા પૂજન વખતે ચોપડામાં નાગરવેલના પાનની સાથે ફૂલ અને ધરોને પણ ચોપડામાં પધરાવે છે. એની પાછળની ભાવના એવી હોય છે કે અમારું વ્યાપારનું કાર્ય પણ ક્યારેક ધનના અભાવે કે મંદીના કારણે ઓછું થઈને સુકાવા લાગે, તો પણ ફરી પાછું ધનની સગવડ થતાં કે તેજીની સ્થિતિ આવતાં વ્યાપાર પાછો, લીલોછમ થઈ જાય.
શ્રીલંકાના પેરાડેનિયા ખાતે આવેલા રોયલ બોટનિકલ ગાર્ડન્સમાં ઉગાડેલું ધરો/દૂર્વા ઘાસ
|access-date=, |date=
(મદદ) |access-date=, |date=
(મદદ) ધરો, ધ્રો, ધ્રોખડ અથવા દૂર્વા એક પ્રકારની વનસ્પતિ અને ઘાસનો પ્રકાર છે. તેનું વૈજ્ઞાનિક નામ Cynodon dactylon છે. વનસ્પતિશાસ્ત્રના વર્ગીકરણ પ્રમાણે તે પોએસી કુળનું સભ્ય છે.
ભારતીય સંસ્કૃતિમાં ગણપતિ પૂજન અને અન્ય પૂજનોમાં ધરો વપરાય છે. આને પવિત્ર અને માંગલિક માનવામાં આવે છે. ઘાસના રૂપમાં તેની અનેક વિશેષતાઓ છે. જેમકે- પાણીના અભાવે એક વાર સુકાઈ જવાનો વારો આવે, તો પણ પાણીની પ્રાપ્તિ થતાં તે ફરી લીલીછમ થઈ જાય છે. મૂળમાંથી ખેંચી કાઢવામાં આવે, અને બીજે રોપવામાં આવે, તો બીજા સ્થળમાં પણ તે જામી જાય છે. પોતે ટૂકડાઓમાં વહેંચાઈને પોતાના પરિવારની વૃદ્ધિ કરતી રહે છે. ધરોના આ પ્રકારના જીવન ઉપરથી પ્રેરણા મેળવવા માટે તેનો પૂજાના કાર્યમાં પ્રયોગ કરાયો છે. વ્યાપારીઓ ચોપડા પૂજન વખતે ચોપડામાં નાગરવેલના પાનની સાથે ફૂલ અને ધરોને પણ ચોપડામાં પધરાવે છે. એની પાછળની ભાવના એવી હોય છે કે અમારું વ્યાપારનું કાર્ય પણ ક્યારેક ધનના અભાવે કે મંદીના કારણે ઓછું થઈને સુકાવા લાગે, તો પણ ફરી પાછું ધનની સગવડ થતાં કે તેજીની સ્થિતિ આવતાં વ્યાપાર પાછો, લીલોછમ થઈ જાય.