કંસારો અથવા ટુકટુક તરીકે પણ ઓળખાતું નાના કદનું પક્ષી છે, જે તેના માથા પર શોભતા ચળકતા રંગોને કારણે ખુબ જ પ્રખ્યાત છે. તેના ગળામાંથી નીકળતો ટુક-ટુક અવાજ એ તાંબા-પિત્તળના વાસણ બનાવતા કારીગર(કંસારા) દ્વારા સતત હથોડી ટીપવાથી થતા અવાજ જેવો જ હોય છે, જેથી તેને આ નામ મળ્યું છે[૨]. તે મોટેભાગે ભારતીય ઉપમહાદ્વીપ અને અગ્નિ એશિયામાં જોવા મળે છે. તે બગીચાઓ, ઓછી માનવવસ્તી વાળા જંગલો અને ગાઢ જંગલોમાં જોવા મળે છે[૩].
આ પક્ષી મોટેભાગે વડનાં ટેટા, પીપળાનાં ફળ, અંજીર અને અન્ય જંગલી ફળો પર આધાર રાખે છે. તે આપણે ત્યાં ગુજરાતમાં વાંદો નામથી ઓળખાતી પરોપજીવી વનસ્પતિનાં ફળ ખાસ આરોગે છે, અને અઘાર દ્વારા તેના બીજને ફેલાવે છે. જેથી ફળઝાડના બગીચામાં આ પક્ષી વાંદાના બીજ ફેલાવી પરોક્ષ રીતે નુકસાન કરે છે. આસપાસમા વાંદાનો ઉપદ્ર્વ હોય તો ત્યાં આ પક્ષીની હાજરી જરૂર હોય છે. ક્યારેક જીવજંતુઓ ખાતા પણ જોવા મળે છે. દરરોજ તે પોતાના શરીરના વજન કરતા દોઢ (૧.૫) થી ત્રણ (૩) ગણા 'બેરી વર્ગના ફળો આરોગી શકે છે[૩].
ભારતીય ઉપમહાદ્વીપમાં આ પક્ષીનો સંવનનકાળ ફેબ્રુઆરીથી એપ્રિલનો હોય છે. અન્ય પ્રદેશોમાં આ પક્ષીના સંવનનકાળમાં ઘણી વિવિધતા જોવા મળે છે. સંવનન સમયમાં નર મધુર સંગીત રેલાવે છે, પોતાનું ગળું ફૂલાવે છે, માથું નીચે કરીને માદાને સંકેત આપે છે અને આકર્ષિત કરવા પ્રયાસ કરે છે. નર અને માદા બંને મળીને માળો બનાવે છે. તે ઝાડની બખોલમાં માળા બાંધે છે. ત્રણ-ચાર ઈંડા મુકે છે. ઇંડાનો સેવનકાળ લગભગ બે થી અઢી અઠવાડિયાનો માનવામાં આવે છે. નર અને માદા બંને મળીને ઈંડા સેવે છે.
|last૧=
ignored (મદદ); Check date values in: |accessdate=, |year=
(મદદ) |year=
(મદદ) |year=
(મદદ) કંસારો અથવા ટુકટુક તરીકે પણ ઓળખાતું નાના કદનું પક્ષી છે, જે તેના માથા પર શોભતા ચળકતા રંગોને કારણે ખુબ જ પ્રખ્યાત છે. તેના ગળામાંથી નીકળતો ટુક-ટુક અવાજ એ તાંબા-પિત્તળના વાસણ બનાવતા કારીગર(કંસારા) દ્વારા સતત હથોડી ટીપવાથી થતા અવાજ જેવો જ હોય છે, જેથી તેને આ નામ મળ્યું છે. તે મોટેભાગે ભારતીય ઉપમહાદ્વીપ અને અગ્નિ એશિયામાં જોવા મળે છે. તે બગીચાઓ, ઓછી માનવવસ્તી વાળા જંગલો અને ગાઢ જંગલોમાં જોવા મળે છે.