dcsimg

દરિયાઈ ઓટર ( Gujarati )

provided by wikipedia emerging languages

દરિયાઈ ઓટર અથવા સી ઓટર એ એક દરિયાઈ સસ્તન ચોપગું પ્રાણી છે. તે સમુદ્રી પ્રાણીઓમાં સૌથી નાના કદનું પ્રાણી છે[૧]. તેના શરીર પર ભરચક વાળ હોય છે. તેને તરવા માટે પાંખો નથી હોતી પણ પાછલા પગની ચામડી જોડાયેલ આંગળીઓ હલેસાં જેવું કાર્ય કરે છે. તેનો ચહેરો ગોળાકાર, આંખો ઝીણી અને કાન ગોળાકાર હોય છે. તે ચાર ફૂટ લંબાઈ અને એક ફૂટ લાંબી પુંછડી ધરાવે છે. તે કાળા અથવા બદામી રંગના હોય છે. તેના વાળ સુંવાળા અને પાતળા હોય છે.

કેલિફોર્નિયા, કેનેડા તેમ જ ઉત્તર પેસેફિકના ટાપુઓ પર જોવા મળતું આ પ્રાણી રમતિયાળ હોય છે. તે પાણીમાં નૃત્ય પણ કરે છે અને વિવિધ પ્રકારના અવાજ પણ કાઢી શકે છે. તે ઊંડે સુધી ડૂબકી મારી શકે છે તેમ જ માછલીનો શિકાર કરે છે.

સંદર્ભો

  1. "Southern Sea Otter". Aquarium of the Pacific. Retrieved ૨૦ ઓક્ટોબર ૨૦૧૬. Check date values in: |accessdate= (મદદ)
license
cc-by-sa-3.0
copyright
વિકિપીડિયા લેખકો અને સંપાદકો

દરિયાઈ ઓટર: Brief Summary ( Gujarati )

provided by wikipedia emerging languages

દરિયાઈ ઓટર અથવા સી ઓટર એ એક દરિયાઈ સસ્તન ચોપગું પ્રાણી છે. તે સમુદ્રી પ્રાણીઓમાં સૌથી નાના કદનું પ્રાણી છે. તેના શરીર પર ભરચક વાળ હોય છે. તેને તરવા માટે પાંખો નથી હોતી પણ પાછલા પગની ચામડી જોડાયેલ આંગળીઓ હલેસાં જેવું કાર્ય કરે છે. તેનો ચહેરો ગોળાકાર, આંખો ઝીણી અને કાન ગોળાકાર હોય છે. તે ચાર ફૂટ લંબાઈ અને એક ફૂટ લાંબી પુંછડી ધરાવે છે. તે કાળા અથવા બદામી રંગના હોય છે. તેના વાળ સુંવાળા અને પાતળા હોય છે.